મુંબઈ
આ મેચ પહેલા શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામેની જીત બાદ ૨ પોઈન્ટ સાથે બીજા સ્થાને હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ ૨ પોઈન્ટ મેળવ્યા હતા. પરંતુ નેટ રન રેટના મામલે શ્રીલંકાથી થોડા પાછળ હતા અને તે ત્રીજા નંબર પર હતા. પરંતુ આ મેચે બધું બદલી નાખ્યું. ઓસ્ટ્રેલિયાને માત્ર ૪ પોઈન્ટ જ નહીં, પરંતુ તેનો નેટ રન રેટ ( ૦.૭૨૭) પણ સુધર્યો છે. જાે કે, ઈંગ્લેન્ડ ( ૩.૬૧૪) હજુ પણ પ્રથમ સ્થાને છે. તેના પણ ૪ પોઈન્ટ છે, પરંતુ તેનો રન રેટ ઓસ્ટ્રેલિયા કરતા ઘણો આગળ છે. કારમી હાર પછી, શ્રીલંકાના રન રેટમાં મોટો ઘટાડો થયો છે અને હવે તે -૦.૪૧૬ થઈ ગયો છે, જેના કારણે ટીમ ચોથા સ્થાને દક્ષિણ આફ્રિકા (૨ પોઈન્ટ, દ્ગઇઇ ૦.૧૭૯) થી પણ નીચે આવી ગઈ છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ ૨ હાર બાદ છેક તળિયે છે. જ્યાં સુધી ગ્રુપ-૨ની વાત છે તો આજની મેચની આ ગ્રુપ પર કોઈ અસર થઈ ન હતી અને આજે આ ગ્રુપની કોઈ મેચ રમાઈ ન હતી. આવી સ્થિતિમાં, સ્કોટલેન્ડ-નામિબિયા મેચ પછી જેવી સ્થિતિ હતી તેવી જ રહી છે. અહીં પાકિસ્તાન સતત ૨ જીત, ૪ પોઈન્ટ અને ૦.૭૩૮ ના દ્ગઇઇ સાથે હજુ પણ ટોચ પર છે. બીજી તરફ, અફઘાનિસ્તાન ૧ મેચમાંથી ૧ જીત, ૨ પોઈન્ટ અને ૬.૫૦૦ ના દ્ગઇઇ સાથે બીજા સ્થાને છે. જ્યાં સુધી ટીમ ઈન્ડિયાની વાત છે તો તે પાકિસ્તાન સામેની હાર બાદ પાંચમા સ્થાને છે. ટીમની આગામી મેચ રવિવાર ૩૧ ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે હારી ગઈ હતી.્૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ માં સુપર-૧૨ રાઉન્ડની મેચોનો રોમાંચ ચાલુ છે અને ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી આ રાઉન્ડની ૧૦ મેચ રમાઈ છે. ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા ની ટીમ વચ્ચે ૨૮ ઑક્ટોબરે ગુરુવારે રાત્રે સુપર-૧૨ની મેચ રમાઇ હતી. ગ્રુપ-૧ની આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૪ની ચેમ્પિયન શ્રીલંકાને ૭ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સુપર-૧૨માં સતત બીજી મેચ જીતીને ૨ પોઈન્ટ મેળવીને ગ્રુપ-૧ના પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવી લીધું છે. આ હારથી શ્રીલંકાની નેટ રેનરેટને જબરદસ્ત નુકસાન થયું છે અને દાસુન શનાકાની ટીમ બીજા સ્થાનેથી ચોથા સ્થાને સરકી ગઈ છે. ગુરુવારે ૨૮ ઓક્ટોબરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૧૫૪ રન બનાવ્યા હતા. ટીમ તરફથી ચરિથ અસલંકા (૩૫) અને કુસલ પરેરાએ (૩૫) સૌથી વધુ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પા (૨/૧૨) અને મિશેલ સ્ટાર્ક (૨/૨૭) સૌથી સફળ બોલર રહ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા માટે કેપ્ટન એરોન ફિન્ચ (૩૭) અને ડેવિડ વોર્નર (૬૫)ની ઓપનિંગ જાેડીએ તોફાની બેટિંગ કરીને ટીમને ૭ વિકેટે આસાન જીત અપાવી હતી.


