*જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ તથા સામાજિક વનીકરણ રેન્જ બોટાદ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અને મિશન ગો ગ્રીન અંતર્ગત રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું*
જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ તથા સામાજિક વનીકરણ રેન્જ બોટાદ આયોજિત ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અને મિશન ગો ગ્રીન અંતર્ગત વિનામૂલ્ય રોપા વિતરણ નો કાર્યક્રમ હવેલી ચોક બોટાદ ખાતે રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં બોટાદ શહેરના નાગરિકોને ૮૦૦ જેટલા વિવિધ વૃક્ષોના રોપા નું વિતરણ કરવામાં આવેલું જેમાં ગુલાબ,સપ્તપર્ની,કણજી,લીમડા,જામફળ,દાડમ,સરગવો,રક્તગુંજન,લાલ ,લીલી , પીળી મેંદી, આંબલી,વગેરે જેવા રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું.
કાર્યક્રમ પ્રસંગે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ પાવરા,ઘોડકિયા સાહેબ ,જાયન્ટસ વેલ્ફર ફાઉન્ડેશનના ૩/બી.ના ઉપપ્રમુખ કેતનભાઇ રોજેસરા, જાયન્ટસ સંસ્થા ના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ કળથિયા,લાલજીભાઈ કળથિયા, નિલેશભાઈ કોઠારી તેમજ ડી.એ. દીપકભાઈ માથુકિયા ડી.એફ. વિજયભાઈ વાળા ,મુકેશભાઈ જોટાણીયા, પરેશભાઈ દરજી, પ્રકાશભાઈ ભીમાણી,મનસુર ભાઈ ખલ્યાણી, નાસીરભાઈ ખલ્યાણી, ઇમરાનભાઈ રવાણી, રાજેશભાઈ રામાવત, નિલેશભાઈ વાગડીયા, મિલનભાઈ રોજેસરા,સમીરભાઈ દોશી,ગોપાલભાઈ સોની ,દર્શનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહેલ.


