***
નારી વંદન ઉત્સવના અનુસંધાને મહિલા જાગૃતિકરણની રેલીને ફ્લેગ ઓફ કરાવતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયેલ અગ્રવાલ
**
જિલ્લા વહીવટી તંત્ર તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી, ખેડા દ્વારા મહિલા સુરક્ષા વિષય સંદર્ભે કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં
***
રાજ્યભરમાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ ની ઉજવણી
***
નારીશકિત માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઊભું કરવા તથા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્યના સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે રાજ્યભરમાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી ‘નારી વંદન ઉત્સવ સપ્તાહ’ ની ઉજવણી થઈ રહી છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયભરની મહિલા અને યુવતીઓને અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી આ અભિયાનમાં સહભાગી બનાવવામાં આવે છે.
તારીખ ૧ ઓગસ્ટના રોજ ‘મહિલા સુરક્ષા દિવસ’ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર, તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી, ખેડા દ્વારા સરદારભવન ખાતે સરદારભવન થી સંતરામ મંદિર સુધી મહિલા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જિલ્લાની સરકારી શાળાઓની વિદ્યાર્થીનીઓ, પોલીસ સ્ટાફની મહીલા કર્મચારીઓ, એનસીસી કેડેટ્સ, મહિલા અને બાળ કચેરી સહિત સંબધિત વિભાગનાં કર્મચારીઓ સાથે અંદાજે ૧૦૦ લોકો રેલીમાં જોડાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયેલ અગ્રવાલે આ રેલીને ફ્લેગ ઓફ કરી રેલીમાં જોડાયેલ મહિલાઓ અને શાળાઓની બાળાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયેલ અગ્રવાલે જણાવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા નારી સપ્તાહ વંદન ઉજવણીનાં અનુસંધાને તા.૦૧/૦૮/૨૦૨3 થી તા. ૦૭/૦૮/૨૦૨૩ સુધી વિભિન્ન વિભાગો દ્વારા મહિલા સ્પર્શી મુદ્દાઓની તાલીમ, સેમિનાર અને વર્કશોપનું આયોજન છે. જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે તા. તા. ૦૧/૦૮/૨૦૨૩ ના રોજ મહિલા સુરક્ષા દિન નિમિતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સરદાર ભવન થી સંતરામ મંદિર સુધી મહિલા જાગૃતિકરણ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાઓની વિદ્યાર્થીનીઓ અને એનસીસી કેડટ્સ જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી હીનાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત નારી વંદન ઉત્સાહ નિમિતે મહુધા ખાતે કિશોરીઓ સાથે પોલીસ વિભાગ દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ, સાયબર ક્રાઈમ ગુનાઓ વિશે જાગૃતિ મહિલાલક્ષી કાયદાઓની માહિતિ આપવામાં આવી હતી. આ પ્રંસગે મહુધા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન, પ્રિન્સિપલ જજ, પોલીસ વિભાગમાંથી પીઆઈ અને પીએસઆઈ હાજર રહ્યા હતા.
આવતી કાલે તા. ૦૨/૦૮/૨૦૨૩ના રોજ બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત વ્હાલી દીકરી યોજનાના મંજૂરીના હુકમોનું વિતરણ, બેટી બચાવો બેટી પઢાવો થીમ ઉપર નાટક, મહિલાઓના આરોગ્ય અને પોષણ ઉપર એક વર્કશોપ, બેટી પઢાવો થીમ પર શાળાઓમાં પેઈન્ટીંગ, કોમ્પીટીશન, વકૃત્વ સ્પર્ધાઓ અને કોફી વીથ કલેક્ટર વગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.


