Gujarat

કેશોદ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે કુશળ કાઉન્સિલિંગ દ્વારા મહિલા ને આપઘાત કરવાના વિચારો થી મુક્ત કરી સુઃખદ સમાધાન કર્યું

રાજય સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મહિલાઓની સુરક્ષા અને મદદ અર્થે  રાજ્યભરમાં  શરૂ કરવામાં આવી છે. રાજયમાં કોઈ પણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા આચરવામાં આવતી હોય અથવા એવો ભય હોય તો અસરગ્રસ્ત મહિલા હેલ્પલાઈન નંબર ૧૮૧ પર ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે.

 કેશોદ તાલુકાના પરીવારના ઝઘડો આપઘાત સુધી પહોંચી જતાં આપઘાત પહેલા મહિલાએ તુરંત ૧૮૧ ફોન કરીને મદદ માંગી  હતી. ત્યારે કેશોદ ૧૮૧ ટીમ ગંભીરતા દાખવી તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળ પર મહિલા ને પ્રોત્સાહન આપી શાંતીથી પુછપરછ કરતા મહિલા એ જણાવ્યું હતું કે તેમના પતિ – સાસુ નાની નાની ભૂલો શોધી મેણા ટોળા આપી વારંવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હોય અને મહિલા ને એક બાળકી હોય જેના ભવિષ્ય અંગે પણ વિચાર કર્યા વિના એ રોજ  ઝઘડો કરી મારકૂટ કરી હેરાન કરે છે. મહિલાને આપઘાત કરવાના વિચારો આપે છે અને  મહિલા એમના પતિ સાસુના માનસિક શારિરીક ત્રાસ થી કંટાળી આજ રોજ આપઘાત કરવાના વિચારો આવતા  મહિલાએ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. સ્થળ પર મહિલાના પતિ અને સાસુનુ કાઉન્સેલિંગ કરી આગેવાનો ની હાજરીમાં કાયદાકીય માહિતી આપી સમજાવ્યા હતા. પતિ પત્નીના મતભેદ દૂર કરી અને બાળકના ભવિષ્ય અંગે સમજણ આપી હતી અને મહિલા ના પતિ ને મહિલા ને મદદરૂપ થવા સલાહ આપી હતી અને હાલ મહિલા આગળ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતા ન હોય તેથી  કેશોદ 181 અભયમ્ કાઉન્સેલર ડાય માવદીયા દ્વારા મહિલાનુ કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત ના વિચાર થી મુક્ત કરી હતી અને સુઃખદ સમાધાન કરી પ્રશંસનીય કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *