ગ્રામ પંચાયતના યુવા સદસ્ય પરવેજ કોઠારીયા એ પોતાના મતવિસ્તારમાં અનેક વિકાસના કામ કરી જબ્બર લોકપ્રિયતા મેળવી..
બોટાદ જીલ્લાના રાણપુર શહેર જે તાલુકા કક્ષા નું શહેર છે રાણપુરના ઈતિહાસ માં પહેલીવાર ગ્રામ પંચાયતના સદસ્ય એ પોતાના મતવિસ્તારમાં પોતાના ખર્ચે વિકાસ કર્યો હોય તેવી આ પહેલીવાર છે.રાણપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૫ માં સૌથી નાની ઉંમરે બિનહરીફ ચુંટાયેલ છે.સેવાકીય અને લોકહીત ના અનેક કાર્યો કરનાર પરવેજ કોઠારીયા એ પોતાના મત વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ,અંડર ગ્રાઉન્ડ ગટર સફાઈ,સ્ટ્રીટ લાઈટ સહીતના અનેક વિકાસના કામો લોભ કે લાલચ વિના નિસ્વાર્થ ભાવે કરેલ છે. અને હાલ પોતાના ખર્ચે પોતાના મતવિસ્તાર વોર્ડ નંબર-૫ માં લોકો ને બેસવા માટેના બાકડા મુકી લોકોના દીલ જીતી લીધા છે.જેના કારણે થોડા દિવસ પહેલા જ વોર્ડ નંબર-૫ ના મતદારોએ યુવા ઉત્સાહી ગ્રામ પંચાયતના સદસ્ય પરવેજ કોઠારીયા નું ભવ્ય સન્માન કર્યુ હતુ.આટલા વર્ષો બાદ રાણપુર ગામમાં કોઈ ગ્રામ પંચાયતના સદસ્ય એ પોતાના ખર્ચે બાકડા મુક્યા હોય એવુ આ પહેલીવાર છે.હાલ વોર્ડ નંબર-૫ ના મતદારો અને રહીશો પરવેજ કોઠારીયા નો આભાર માની રહ્યા છે તો ગામ લોકો પણ પોતાના મતવિસ્તાર ને આવા પ્રામાણિક અને યુવા ઉત્સાહી સદસ્ય મળે અને નિસ્વાર્થ પણે વિકાસ કરે તેવુ ઈચ્છી રહ્યા છે…..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


