ધારીની યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે ઘરેલું હિંસા સામે
રક્ષણ આપતા કાયદાઓ વિષયક માહિતી આપતો જાગૃત્તિ સેમિનાર યોજાયો
—
અમરેલી, તા.૦૨ ઓગસ્ટ, ૨૦૨૩ (બુધવાર) ગુજરાત રાજય સરકાર દ્વારા તા.૧ ઓગષ્ટ થી તા.૭ ઓગષ્ટ, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી ગોહિલ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી લતાબેન ઉપાધ્યાયે મહિલા રેલીને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં જી.જી.બાઈ ગર્લ્સ સ્કૂલ, મોંઘીબા કોલેજ, કમાણી સાયન્સ કોલેજના વિદ્યાર્થીનિઓ તેમજ એનસીસી કેડેટ્સે ભાગ લીધો હતો. શહેરના જી.જી.બાઈ ગર્લ્સ સ્કુલથી નાગનાથ મંદિર સુધીના મુખ્ય માર્ગો પર આ રેલી યોજાઇ હતી. અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે ધારી ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો, ઘરેલું હિંસા સામે મહિલાઓને કાયદાકીય રક્ષણ મળી રહે તે વિષયક માર્ગદર્શન અને માહિતી ધારી સ્થિત યોગીજી મહારાજ મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ જાગૃત્તિ સેમિનારમાં આપવામાં આવ્યા હતા.
ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનારમાં નારી અદાલત, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, ઘરેલું હિંસાના કાયદાઓ, મહિલાલક્ષી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સ્કૂલના પ્રિન્સીપાલ શ્રી દવે, આંગણવાડીના અધિકારીશ્રીઓ, વિવિધ શાળાઓના શિક્ષકશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


