અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ
ભક્તિનગર પ્રાથમિક શાળા મોટી કુકાવાવ ખાતે ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે સ્માર્ટ ક્લાસ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આજરોજ મોટી કુકાવાવની શ્રી ભક્તિનગર પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયત કુકાવાવ તરફથી અંદાજિત ₹ 1,50,000 ની કિંમતના સ્માર્ટ ટીવી ના લોકાર્પણ નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે યોજાયો જેમાં તાલુકા પંચાયત કુકાવાવના પ્રમુખ શ્રી પૂર્વીબેન વસંતભાઈ સોરઠીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા તાલુકા વિકાસ અધિકારી શ્રી ધવલભાઈ લીંબાસીયા સાહેબ પૂર્વ બીઆરસી કોઓર્ડીનેટર શ્રી ઉદયભાઇ દેસાઈ ઉપસરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા તેમજ અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા
આ તકે શ્રી કૌશિકભાઈ વેકરીયા એ આ સ્માર્ટ ક્લાસ ના ઉપયોગ થકી વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ પ્રાપ્ત કરે અને ઉજ્જ્વળ ભવિષ્ય નું નિર્માણ કરે એવી શુભકામના પાઠવી હતી.


