વિકાસની ગુલબાંગો વચ્ચે અને બુલેટપ્રુફ ટ્રેનોની વાતો વચ્ચે અમરેલી શહેર બ્રોડગેજ લાઈનથી વંચિત રહેતા એક બિન રાજકીય સંગઠન રૂપે ”સોશિયલ મિડિયા મિશન બ્રોડગેજ અમરેલી ”નામે સોશિયલ મીડિયા વોર શરૂ કરવામાં આવેલ છે. જેમાં આજે અમરેલી શહેરની જનતાએ ડો.જીવરાજ મહેતા ચોકમાં ઉમટી પડી સૂત્રોચાર સાથે રેલી યોજી બ્રોડગેજ રેલ્વે લાઈનની માંગણી અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી શહેરનું આઝાદી પહેલાંનું રેલ્વે સ્ટેશન એક સમયે ધમધમતું હતું પરંતુ અમરેલી જિલ્લાની નબળી નેતાગીરીના પાપે આજે આજ રેલવે સ્ટેશન ટ્રેનોના અભાવે સૂમસામ ભાસી રહેલ છે. આઝાદીના ૭૫ વર્ષ પાછી હાલની સરકાર ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 30 વર્ષથી શાસન કરી રહેલ છે અમરેલી જિલ્લાના નેતાઓ રાજ્ય સરકારમાં તેમજ કેન્દ્ર સરકારમાં ફક્ત મિનિસ્ટર ના માભા નું પદ સંભાળવા બેઠા હોય તેવા ઘાટ વચ્ચે જિલ્લા નું વડુ મથક લેખાતા અમરેલી શહેર ને બ્રોડગેજ રેલ્વે થી વંચિત રાખવામાં આવેલ છે.આવી વિટંબણા થી લોકો આજે વાજ આવી જતા લાંબા સમય થી સ્વેચ્છિક સોશિયલ મીડિયા વોર શરૂ કરવામાં આવેલ હતું. જે સોશિયલ મીડિયા વોર આજે ”મિશન બ્રોડગેજ અમરેલી”ના બેનર તળે રસ્તા ઉપર ઉતરી આવેલ હતું. જેમાં બિન રાજકીય લોકો નું એક સંગઠન બનેલ છે જેમાં વેપારીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો સહિતના 500 જેટલા લોકો અમરેલી શહેરના રાજકમલ ચોકમાં એકઠા થઈ સુત્રોચાર કરી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ જઈ પોતાની માંગણીઓ સાથેનું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવેલ હતું.જેમાં અમરેલી શહેરને જોડતી ખીજડીયા ,વિસાવદર , જૂનાગઢ , બ્રોડગેજ લાઈન કામગીરી તાત્કાલિક ધોરણે શરુ કરવી આ સાથે અમરેલી થી સુરત , મુંબઈ , તેમજ અમદાવાદને જોડતી સીધી બ્રોડગેજ ટ્રેન શરુ કરવી સહિતની માંગણી કરવામાં આવેલ હતી.


