આજરોજ અમરાપુર બી.જે.દોશી હાઈસ્કૂલ ખાતે ક્લસ્ટર કક્ષાનો 2023 ના વર્ષનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નો કલામહોત્સવ યોજાઈ ગયો.વ્રજ વિદ્યાલયના હિતાશું મોવલિયા,અંશ સોરઠીયા,રુહી અને યાત્રી વસાણી ,બોઘરા દર્શીલ વિગેરે બાળકોએ ચિત્ર, કાવ્ય,સંગીત જેવા વિવિધ વિભાગોમાં આચાર્ય શ્રી દીક્ષિતભાઈના માર્ગદર્શન હેઠળ હરખભેર ભાગ લીધો હતો.
જેમાં ગાયન વિભાગમાં શ્રી.અંશ સોરઠીયા .દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા..કન્વીનરશ્રી અને આચાર્ય શ્રી જી.એચ.સાધુ સાહેબે રોકડ પુરસ્કાર આપી બિરદાવ્યા હતા.
સંસ્થાના મોભી શ્રી વસંતભાઈ મોવલિયા તથા પ્રતિનિધિશ્રી ઉદયભાઈ દેસાઈએ ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.બાળકોને સામેલ કરવા માટે શાળાના શિક્ષક શ્રી કેતનભાઈ આસોદરીયા એ સંયોજક તરીકે ફરજ બજાવી હતી..સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓ ને તૈયાર કરવામાં સહયોગ આપ્યો હતો.


