ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત
જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં પીપળસઢની બરોડા પબ્લિક સ્કૂલ ખાતે તા. ૦૫મી ઓગસ્ટના કાર્યક્રમ યોજાશે.
છોટાઉદેપુર જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સંખેડાની બરોડા પબ્લિક સ્કૂલના મેદાન ખાતે કરવામાં આવશે. વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા. ૦૫મી ઓગસ્ટના રોજ સવારે ૦૯.૩૦ કલાકે કાર્યક્રમ યોજાશે.
પીપળસઢ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીમાં અતિથી વિશેષ તરીકે સાંસદ નારણભાઈ રાઠવા અને સાંસદ ગીતાબેન રાઠવા, તેમજ ત્રણે વિધાનસભાના ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. વન મહોત્સવમાં ગાંધીનગરની ગીર ફાઉન્ડેશનના નિયામક, (IFS) આર.કે સુગુરની વિશેષ પ્રેરક ઉપસ્થિતિ રહેવાની છે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા કલેકટર સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ નાયબ વન સંરક્ષક વી.એમ દેસાઈ અને તેમની ટીમ કરી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
