Gujarat

છોટાઉદેપુર જિલ્લાનાં ખેડુતોને ખેતીવાડી ખાતાનાં વિવિધ ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાશે. 

છોટાઉદેપુર જિલ્લાનાં ખેડુતોને ખેતીવાડી ખાતાનાં તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તા.૦૭-૦૮-૨૦૨૩, સોમવાર નાં રોજ સવારે ૧૦.૩૦ કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ ભાવનગર જિલ્લાના ખેડુતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર માન્યતા પ્રાપ્ત મોડલની ખરીદી કરવા ઓનલાઇન સમયસર અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, છોટાઉદેપુરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *