રાત્રી દરમિયાન વડથલ ગામની સીમ ખાંડીવાવ જવાના રોડ ઉપર બળીયાદેવ મંદિર પાસે મહુધા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન એક સી.એન.જી રીક્ષા શંકાસ્પદ જણાતા તેને ઉભી રાખી રીક્ષામાં તપાસ કરતા પાછળની સીટ ઉપર ( ગૌવંશ ) બે વાછરડાને દોરડાથી ક્રુરતાપૂર્વક ગળું ટુપાય તે રીતે દયનીય હાલતમાં નિર્દયતાથી બાંધ્યા હતા.
મહુધા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આઈ.ડી.વાઘેલા અને તેમની ટીમ દ્વારા વડથલ ખાંડીવાવ રોડ ઉપરથી સી.એન.જી રિક્ષા માં લઈ જવાતા બે અબોલ ( ગૌવંશ ) વાછરડાઓને બચાવવામાં આવ્યા હતા. જેમાં બે ( ગૌવંશ ) વાછરડા કિં. રૂપિયા 8000 /- તથા સી.એન.જી રીક્ષાની કિં. રૂપિયા 1,00,000 તથા એક મોબાઈલની કિં. રૂપિયા 5000 /- મળી કુલ્લે રૂપિયા 1,13,000 મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી ભાવેશગીરી કાળુગીરી ગોસ્વામી રહે. જાલભાઈની મુવાડી તાબે રૂદણ તાલુકા મહેમદાવાદને સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે આરોપી નીતીનગીરી કાળુગીરી ગોસ્વામી રહે. જાલભાઈની મુવાડી તાબે રૂદણ તાલુકા મહેમદાવાદ અને ડાહ્યાભાઈ દેવીપૂજક રહે. ખાંડીવાવ તાલુકા મહુધા બન્ને આરોપીઓ અંધારાનો લાભ લઈ ભાગી ગયા હતા. જેથી પકડાયેલ એક આરોપી સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધી મહુધા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


