Gujarat

જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

જામનગર જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ
પેટા યોજના અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાંં વિવિધ વિભાગો/કચેરીઓ દ્વારા થયેલા
ખર્ચની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઓછો ખર્ચ થયેલા કચેરીના અધિકારીશ્રીઓને
પછીની ત્રિમાસિક બેઠક સુધીમાં ખર્ચ થઈ જાય તે બાબત સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી
હતી.
ઉક્ત બેઠકમાં, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, અન્ય પદાધિકારીશ્રીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારી
શ્રી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેક્ટર શ્રી બી.એન.ખેર, નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ
કલ્યાણ ડૉ. ઘનશ્યામ વાઘેલા, ડી.આર.ડી.એ. નિયામક શ્રી ચૌધરી, નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.
તેજસ શુક્લ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ગોહિલ, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બીનલ
સુથાર, નાયબ બાગાયત નિયામકશ્રી તેમજ અન્ય વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *