શિલાફલકમ – જિલ્લાના વીરોની સ્મર્ણાંજલીનું પ્રતિક બનશે કુલ 542 શિલાફલકમ
******
તા. ૦૯ અને ૧૦ ઑગસ્ટના રોજ કુલ ૫૨૨ ગ્રામ પંચાયતોમાં “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ યોજાશે
******
અમૃત સરોવરની નજીક આવેલી ગ્રામ પંચાયતોમાં શહીદોની યાદમાં શિલાફલકમ સ્થાપિત કરવામાં આવશે
*******
માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા “મેરી માટી, મેરા દેશ” અભિયાન કાર્યક્રમ ૯ ઓગસ્ટથી ૩૦મી ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન યોજાવાનો છે. ત્યારે ગ્રામ પંચાયતો દ્વારા વીર શહીદોની સ્મૃતિ કરાવતી શિલાફલકમ મુકીને નમન કરવામાં આવશે.
જેમાં તા.૦૯/૦૮/૨૩ના રોજ ૧૬૫ ગ્રામ પંચાયતો, તા.૧૦/૦૮/૨૩ના રોજ ૧૯૪ ગ્રામ પંચાયતો અને તા.૧૧/૦૮/૨૩ના રોજ ૧૬૩ ગ્રામ પંચાયતો ખાતે એમ કુલ ૫૨૨ ગ્રામ પંચાયતોમાં “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે. દરેક ગ્રામ પંચાયત ખાતે સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ દરમિયાન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવશે. દરેક કાર્યક્રમના સ્થળે ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.
આ ઉપરાંત તા. 15 સુધી જિલ્લાની 10 નગરપાલિકાઓ તથા 10 તાલુકાઓ ખાતે પણ કાર્યક્રમો યોજાશે.
શિલાફલકમ આ શબ્દ વિશે સમજીએ તો શિલાફલકમ બે શબ્દોના સમનવયથી બનેલો છે. શીલા એટલે પથ્થર અને ફલક એટલે અંબર(આકાશ). માતૃભૂમિમાં ભળી ગયેલા જવાનોને આભ ઉંચી સલામ. દેશની રક્ષા કરતા વીર અને વીરાંગનાઓ પોતાનો પ્રાણ ત્યાગી માટીમાં ભળી ગયા અને એજ શહીદોની યાદમાં સૌ નાગરિકો દેશપ્રેમના આ અભિયાનમાં જોડાશે. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શિલાફલકમ સ્થાપિત કરીને તખ્તી લગાવવામાં આવશે.


