ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે
***
રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરી શકાશે
***
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ દ્વારા માત્ર મૂકબધિર દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૧૦-૦૮-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ખેડા-નડિયાદ, એ-બ્લોક, બીજે માળ, સરદાર પટેલ ભવન, તા.નડિયાદ, જિ.ખેડા ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
આ રોજગાર ભરતીમેળામાં ખેડા જિલ્લાના તેમજ જિલ્લા બહારના નોકરીદાતા દ્વ્રારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. જેમાં ૧૮ થી ૪૦ વર્ષની ઉંમરના ધો. ૦૮ પાસ/ ધો. ૧૦ પાસ/૧૨ પાસ/ આઈ.ટી.આઈ-તમામ ટ્રેડ, તેમજ કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક જેવી લાયકાત ધરાવતા માત્ર મૂકબધિર દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે. અન્ય કોઇપણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો તથા પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઇ શકશે નહી.
ઇચ્છુક ઉમેદવાર અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનું અનુબંધમ જોબફેર આઇ.ડી JF956649086 છે. રોજગાર સંદર્ભે વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીના હેલ્પલાઇન નં.૬૩૫૭૩ ૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જિલ્લાનાં જ મૂકબધિર દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.
