આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી,મેરા દેશ અભિયાનનો સમગ્ર દેશની સાથે
જામનગર જિલ્લામાં પણ ઉત્સાહભેર આરંભ તારીખ ૯ ઓગસ્ટ થી થવા જઈ રહ્યો છે.જામનગર જિલ્લાની 421 ગ્રામ
પંચાયતો, તાલુકા કક્ષાએ અને શહેરમાં શીલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુદા વંદન અને રાષ્ટ્ર વંદન એમ પાંચ
કાર્યક્રમની ઉજવણી ઉલ્લાસ સાથે થશે.
આઝાદીના અમૃત મહોત્સવના સમાપનના અવસર પ્રસંગે તા. ૯ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં મારી માટી મારો દેશ
અભિયાન યોજાશે. જેમાં જામનગરમાં ગ્રામ્ય અને શહેરમાં વિવિધ કાર્યક્રમો દ્વારા શહીદ વીરોને યાદ કરી વંદન કરવામાં
આવનાર છે. જામનગર જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો, તાલુકા અને શહેરમાં વિરવંદના, પંચપ્રાણ પ્રતિજ્ઞા, વસુધા વંદન,
ધ્વજવંદનના કાર્યક્રમો યોજાશે.જામનગર જિલ્લાના દરેક ગામના સ્વાતંત્ર સેનાનીઓ, વીર શહીદોની યાદમાં સ્મારક તકતીનું
નિર્માણ કરાશે. તેમજ દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવીને વસુધા વંદનનું આયોજન કરવામાં આવશે. જામનગર જિલ્લાના ગામે
ગામથી માટીનો એક કળશ તાલુકા કક્ષાએ તા. ૧૬ થી ૨૦ ઓગસ્ટ દરમિયાન એકત્ર કરી આ માટીનો કળશ દિલ્હી
પહોંચાડવામાં આવશે.


