Gujarat

જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા-૨૦૨૪ના ફોર્મ તા.૧૭ ઓગસ્ટ સુધી ભરી શકાશે

જવાહર નવોદય વિદ્યાલય ચયન પરીક્ષા તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ
સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ ના સમય દરમિયાન જામનગર જિલ્લાના વિવિધ કેન્દ્રો પર યોજવામાં આવશે.
પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ પોતાના ફોર્મ
https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration વેબસાઇટ પરથી ભરવાના રહેશે. ફોર્મ
ભરવાની છેલ્લી તારીખ ૧૦ ઓગસ્ટ હતી જે વધારીને ૧૭-૮-૨૦૨૩ કરવામાં આવી છે.તેમ જવાહર
નવોદય વિદ્યાલયના પ્રિન્સિપલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *