દેશભરમાં તા.૯ ઓગસ્ટથી મારી માટી મારો દેશ, માટીને નમન વિરોને વંદન અભિયાનની શરૂઆત
થઈ છે. આ અભિયાનની ઉજવણીની શરૂઆત જામનગર જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામપંચાયતોથી કરવામાં આવી છે.
જેમાં તા.૯ ઓગસ્ટના રોજ લાલપુર તાલુકાના ૨૧ અને જામજોધપુર તાલુકાના ૧૩ ગામડાઓમાં કાર્યક્રમોનું આયોજન
કરવામાં આવ્યું હતું.
લાલપુર તાલુકાના રકા, ગોદાવરી, સેવક ધૂણિયા, પડાણા, દલતુંગી, સિંગચ, નંદુરી,જશાપર સહિત ૨૧ અને જામજોધપુર
તાલુકાના પાટણ,જમવાલી સહિત ૧૩ ગામડાઓમાં શિલાફલકમ, પંચપ્રણ પ્રતિજ્ઞા, વસુધા વંદન, વિરોને વંદન, રાષ્ટ્ર ધ્વજ
ફરકાવવો અને રાષ્ટ્રીયગીત ગાન તેમજ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અને
શાળાના વિદ્યાર્થીઓ મારી મારી મારો દેશ મહાઅભિયાન અંતર્ગત ઉજવાઇ રહેલ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશના અમૃતકાળને વધુ યાદગાર બનાવવા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને દેશ માટે શહાદત વહોરનાર દરેક
વીરજવાનને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાનની દેશભરમાં ઉજવણી શરૂ થઈ છે.


