Gujarat

નાળીયા માંડવી સરકારી ગૈચર જમીનમાં ગે.કા. મુરઘા ફાર્મનું દબાણ દૂર કરવા નોટીસ ફટકારાઇ….

ગ્રામ પંચાયત દ્રારા તા.૪/૮/૨૦૨૩ ના આખરી નોટીસ ફટકારી દિવસ સાતમાં દબાણ દૂર કરવા જણાવાયું….
ઊના – સરકારી જમીનનું વેપણ અને સરકારી જમીન પર દબાણનું એપી કેન્દ્ર જાણે કે નાળીયા માંડવી ગામ હોય તેમ છેલ્લા ઘણા
સમયથી નાળીયા માંડવી બોગસ પ્લોટીંગનું પ્રકરણ બહાર આવ્યા બાદ હજુ તપાસ શરૂ હોય ત્યાંજ સરકારી ગૈાચર જમીનમાં
ગેરકાયદેસર મુરઘા ફાર્મ કરી વાવેતર કરનાર શખ્સને ગ્રામ પંચાયત દ્રારા દબાણ દૂર કરવાની નોટીસ ફટકારવામાં આવી…
નાળીયા માંડવી ગામના હુશેન મામદ શેખ દ્રારા સરકારી ગૈાચર જમીનમાં મુરઘા ફાર્મ કરી વાવેતર કર્યુ હોવાનું ધ્યાને આપવા નાળીયા
માંડવી ગ્રામ પંચાયત દ્રારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અન્વયે તા.૨૩/૬/૨૦૨૩ અને
તા.૧૦/૭/૨૦૨૩ના નોટીસ પાઠવામાં આવેલ અને ગ્રામ પંચાયતની તા.૨૫/૭/૨૦૨૩ના રોજ મળેલ બેઠકમાં રૂબરૂ રજુઆત તથા
આધાર પુરાવા રજુ કરવાની તક આપેલ હતી. પંરતુ દબાણ કરનાર હુશેન મામદ શેખ પંચાયતની બેઠકમાં રૂબરૂ હાજર રહેલ નહી અને
જમીન માલીકી અંગેના કોઇ સંતોષકારક આધાર પુરાવા કે રેકર્ડ રજુ કરેલ ન હોવાથી આ ગૈાચર જમીન પર ગે.કા. કબ્જો કરી દબાણ
કર્યા હોવાનું સ્પષ્ટ જણાઇ આવતા ગ્રામ પંચાયતની તા.૨૫/૭/૨૦૨૩ની બેઠકના ઠરાવ ક્રમાંક ૭/૧ થી સર્વાનુમતે દબાણ દૂર
કરવાનો નિર્ણય કરવામાં આવતા નાલીયા માંડવી ગ્રામ પંચાયત દ્રારા દબાણ કરનાર હુશેન મામદ શેખને તા.૪/૮/૨૩ના આખરી
નોટીસ આપી નોટીસ મળ્યાથી દિવસ સાત દબાણ કરેલ જમીનનો કબ્જો ખાલી કરવો આમ એક તરફ બોગસ પ્લોટીંગનો ધમધમાટ
વચ્ચે ગૈાચર જમીનમાં મુરઘા ફાર્મ છેલ્લા ઘણા સમયથી ધમધમતુ હોય તેમનું દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત દ્રારા કડક વલણ
અપનાવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *