અમરેલી જીલ્લા પોલીસ અધીક્ષક હિમકર સિંહ નાઓ દ્વારા જીલ્લામાં બનતા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરીતપણે પગલા લઇ ગુમ થયેલ મિલકત શોધી મુળ માલીકને પરત કરવા સુચના આપેલ હોય તથા અમરેલી ડીવીઝન નાયબ પોલીસ અધીક્ષક જે.પી.ભંડારી નાઓ દ્વારા જીલ્લામાં બનતા મિલકત સબંધીત ગુમના બનાવોમાં ત્વરીતપણે પગલા લઇ ગુમ થયેલ મિલકત શોધી મુળ માલીકને પરત કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.જે અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.વાધેલા ની સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સની મદદથી અમરેલી સીટી પો.સ્ટે. અરજી નં.૩૪૪૨૪૨૩ તા.૧૭/૦૮/૨૦૨૩ના અરજદાર મધુભાઇ મુળજીભાઇ માધડ રહે.લાલાવદર તા.જી.અમરેલી વાળા પોતાની માલિકીનુ મો.સા. બાઇક હિરો પ્લેઝર જેના રજી.નં G| 14 N 8827 કાળા કલરવાળુ લઇને તા.૧૬/૦૮/૨૩ ના રોજ ૬.૧૯/૦૦ વાગ્યા આસપાસ અમરેલી સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ પોતાના સબંધીને ટીફીન આપવા માટે આવેલ અને સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં પોતાનુ મૌ સા. બાઇક પાર્ક કરી સી.ટી.ની અંદર ટીફીન આપવા માટે જતા રહેલ બાદ ટીફીન આપી પરત ઘરે જવા માટે પોતાનુ મો.સા. બાઇક લેવા જતા મળી આવેલ નહી જેથી અમરેલી સીટી પોલીસને જાણ કરતા અમરેલી સીટી પોલીસની ટીમે તપાસ કરતા જાણવા મળેલ કે સદરહુ મો.સા. બાઇક સીવીલ હોસ્પીટલમાં આવેલ વ્યક્તિ શરતચુકથી લઇને પોતાના ઘરે જતા રહેલ તેમની ઓળખ કરી તપાસ કરતા જાણવા મળેલ કે અમરેલી સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં અન્ય એક હિરો પ્લેઝર કાળા કલરનુ મો.સા. બાઇક પાર્ક કરેલ હાલતમા હોય જે ભદ્રેશભાઇ શાંતીલાલ બોદર રહે અમરેલીવાળા લઇને સીવીલ હોસ્પિટલ ખાતે આવેલ હતા અને પરત જતી વખતે શરતચુકથી પોતાના મો.સા.ની બદલે એક સરખા મો.સા.ના દેખાવના હિસાબે ખ્યાલ ન રહેતા શરતચુકથી હિરો પ્લેઝર રજી.નં.GI 14 N 8827નુ લઇ ગયેલ જે પોલીસે તપાસ ચલાવી અરજદારને પોતાનુ મો.સા. ગણતરીની કાલાકોમાં શોધી આપી પરત કરેલ છે
આ કામગીરી અમરેલી સીટી પોલીસ ઇન્સપેક્ટર ડી.કે.વાઘેલા સાહેબ તથા એ.એસ.આઇ. હરેશસિંહ ડી. પરમાર, હેડ.કોન્સ. રાજેન્દ્રભાઇ દકુભાઇ ચૌધરી, પો.કોન્સ. જગદીશભાઇ સાર્દુળભાઇ પોપટ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ મારુ, પો.કોન્સ વનરાજભાઇ વલકુભાઇ માંજરીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


