ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૧૭/૦૮/૨૦૨૩ ની રાત્રીના નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે નાગેશ્રી પો.સ્ટે. નાં હેમાળ ગામે, પાણીના ટાંકાની પાછળ આવેલ ખુલ્લી જગ્યાએ જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા છ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન, વાહનો તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, બે ઇસમો રેઇડ દરમિયાન નાશી ગયેલ હોય, જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી,પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ-
(૧) દેવજીભાઇ ઠાકરશીભાઇ પડસાળા, ઉ.વ.૫૯, રહે.હેમાળ, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૨) દાનશ્યામભાઇ કાળુભાઇ ચૌહાણ, ઉ.વ.૩૩, રહે.હેમાળ, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
(૩) ભરતભાઇ સોમાતભાઇ સોલંકી, ઉ.વ.૨૯, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી. (૪)કુમારસિંહ જોધુભાઇ ગોહિલ, ઉ.વ.૨૭, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૫) હરેશભાઇ વિનુભાઇ શિયાળ, ઉ.વ.૨૭, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૬) પરશુરામ દીલીપભાઇ હરીયાણી, ઉ.વ.૩૭, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી
જુગારની રેઇડ દરમિયાન નાસી ગયેલ ઇસમોઃ-
(૧) હિરેનભાઇ જાદવ, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી.
(૨) દિનેશભાઇ રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી,
પકડાયેલ મુદ્દામાલ –
રોકડા રૂ.૫૧,૪૩૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૬ કિં.રૂ.૫૪,૦૦૦-/- તથા એક મારૂતિ સુઝુકી એસ/ક્રોસ – કાર કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા એક હીરો હોન્ડા પેશન પ્રો. મોટર સાયકલ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૨૦,૪૩૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, તથા પો કોન્સ. વિનુભાઈ બારૈયા, લીલેશભાઇ બાબરીયા, યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


