Gujarat

બોટાદ PGVCL વર્તુળ કચેરીની વીજચોરો સામે લાલ આંખ

૧૩૬ ટુકડીઓ દ્વારા ૩૫૫ જેટલા વીજચોરો ને વીજ ચોરી કરતા ઝડપી પાડ્યા,રૂ.૧૭૫ લાખનો વીજચોરી ને દંડ ફટકારાયો
બોટાદ,બરવાળા,રાણપુર,પાળીયાદ, ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમા પોલીસ તેમજ તેમજ SRP પોલીસ ને સાથે રાખી વીજ ચેકીંગ કરાયુ.
 બોટાદ જીલ્લા PGVCL વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેર બી.કે.દવે તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરની સીધી દેખરેખ હેઠળ બોટાદ જીલ્લાના અનેક વિસ્તારો-તાલુકામાં ૧૩૬ ઈજનેરોની ટુકડીઓ દ્વારા બોટાદ જીલ્લાના બોટાદ,બરવાળા,રાણપુર,પાળીયાદ, ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમા પોલીસ તેમજ તેમજ એસ.આર.પી.પોલીસ ને સાથે રાખીને સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું
આ વીજ ચેકીંગ દરમિયાન ઘર વપરાશના ૧૩૭૦ પૈકી ૩૩૩ જેટલા વિજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતા  રૂ. ૯૯.૨૦ લાખનો દંડ, વાણીજ્ય હેતુના ૬૪ વીજ જોડાણો પૈકી ૧૨ જેટલા વિજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ  રૂ. ૨૦.૫ લાખનો દંડ તેમજ ઔદ્યોગિક હેતુના  ૬૬ પૈકી ૧૦ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતી માલુમ પડતા  રૂ.૫૫  લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ કુલ ૧૩૬ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા ૧૫૦૦  જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યાં હતાં જેમાંથી  ૩૫૫ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૧૭૫  લાખની વીજચોરીનાં દંડ ફટકારવામાં આવ્યો હતો.
_______બોક્સ બનાવવુ👇👇_______
બોટાદ જીલ્લાના તમામ ગામોમાં વીજચોરી કરતા લોકો ને સામે કડક કામગીરી કરાશે:બી.કે.દવે જિલ્લા PGVCL અધિક્ષક
બોટાદ જીલ્લા PGVCL અધિક્ષક ઈજનેર  બી.કે.દવે સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે બોટાદ જિલ્લામાં વીજ ચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વીજ ચોરોને વિજ ચેકિંગ માત્ર વહેલી સવારે જ આવે છે તેવો ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે વીજ જોડાણોની તપાસની કરવામાં આવી હતી. હવે પછી રાત્રી દરમિયાન પણ વીજ ચેકિંગ કરવામાં આવશે તેમ જ વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરોને બક્ષવામાં નહિ આવે તેમજ બોટાદ જીલ્લાના લોકો એ વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અપીલ કરી છે.
અહેવેલઃવિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *