Gujarat

કઠોલ ખાતે વંચિત વિકાસ સંગઠન બોરસદની મિટિંગ મળી.

તા. 20 મી ઓગસ્ટના રોજ બોરસદ તાલુકાના કઠોલ ગામે રાજીવ ગાંધી ભવન ખાતે વંચિત વિકાસ સંગઠન બોરસદની મિટિંગ મળી હતી જેમાં વંચિત સમાજના બાળકોના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. વંચિત સમુદાય પોતાના પ્રશ્નોનું સમાધાન જાતે શોધીને સ્વાવલંબી બને આત્મનિર્ભર બને તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. મિટિંગમાં સંગઠનના આગેવાનોની ભૂમિકા નક્કી કરવામાં આવી. ઉપરાંત દલિત સમાજના સ્મશાન નિમ કરાવવા બાબતે આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જરૂર જણાય તો આ મુદ્દે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવાના મુદ્દે સહુએ સહમતી દર્શાવી હતી. આ પ્રસંગે કઠોલના પૂર્વ સરપંચ અજૃનસિહ સોલંકી ધ્વારા વંચિત સમુદાયમાં આવતા તમામ સમાજને પરસ્પર વિશ્વાસ, સમરસતા, ભાઈચારો, બંધુતા કેળવાય તેવા વ્યવહારો કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને સંસ્થા અને સંગઠન તમારી સાથે છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

IMG-20230820-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *