Gujarat

આપની પ્રકૃતિ અને કુદરતને અનેક જીવો સાચવી રહ્યા છે

આપની પ્રકૃતિ અને કુદરતને અનેક જીવો સાચવી રહ્યા છે અને આ જીવોનું રક્ષણ પણ અનેક લોકો કરે છે.. જેમાં નાગની રક્ષા કરવા અને તેને તેના કુદરતી આવાસમાં પહોંચાડવાનું કામ ઘણા લોકો કરી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામના રહીશ વર્ષો થયા લોકોને નાગથી બચાવવા અને નાગનું રક્ષણ કરવાનું કામ કરે છે.. આવો જોઈ એ આ પ્રકૃતિના રખેવાળને અને તેના કામ ને
આ છે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામના રહેવાસી ચંદ્રેશભાઈ રાઠોડ..અત્યારે તેવો જેતલસર ગામના એક કારખાનામાં ઘૂસી ગયેલ નાગને પકડી રહ્યા છે.. ચોમાસાનો સમય છે ત્યારે ગ્રામ્ય અને વાડી વિસ્તારમાં નાગ નીકળવાની ઘટના સામાન્ય છે.. નાગથી ભયભીત લોકો તેને મારી નાખતા હોય છે ત્યારે ચંદ્રેશભાઈ લોકોને અપીલ કરે છે કે નાગ એ પ્રકૃતિનું રક્ષણ કરતો એક જીવ છે જે ખેતરોમાં વરસાદ દરમિયાન ઉત્પન થતાં જીવો અને ખેત પાકને નુકસાન કરતાં જીવોનું ભક્ષણ કરીને ખેત પાકોનું રક્ષણ કરે છે.. નાગ કોઈને હાનિ પહોંચાડતા નથી તો તેને મારી ના નાખતા તેને પકડીને નાગને તેના કુદરતી આવાસમાં છોડી દેવા જોઈ એ આ માટે ચંદ્રેશભાઈ લોકો ને અપીલ કરવા સાથે સાથે રહેણાંક વિસ્તારમાં નાગ જોવા મળે અથવાતો કોઈના ઘરમાં નાગ ઘૂસી ગયો હોય તો ચંદ્રેશભાઈને બોલાવે તો નાગને પકડીને સુરક્ષિત રીતે નાગને તેને કુદરતી આવાસમાં છોડી મૂકે છે.. આવી જ ઘટના જેતલસર ગામમાં બની જય એક મોટો ઝેરી નાગ કારખાનામાં ઘૂસી ગયો હતો ત્યારે ચંદ્રેશભાઈએ તે કારખાનામાં જઈને નાગને કોઈ નુકસાન ના થાય તે રીતે પકડીને તેના કુદરતી અવાસમાં છોડી દીધો હતો.. રહેણાંક વિસ્તારમાં નીકળતા નાગને પકડવા માટે ચંદ્રેશભાઈ કોઈ પૈસા લેતા નથી તેવો આ નાગ પકડવાની આ સેવા સાવ મફત કરે છે.. લોકો પણ ચંદ્રેશભાઈની કુદરત પ્રત્યેની સેવાની પ્રસંસા કરે છે અને ચંદ્રેશભાઈ નાગ પકડીને લોકોને પણ સુરક્ષા પૂરી પાડે છે સાથે સાથે નાગની પણ રક્ષા કરીને કુદરતની સેવા કરે છે

IMG_20230820_181048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *