*મંદિર ચાચર ચોકમાં ટૂંકા વસ્ત્રો પહેરી યાત્રિકોને પ્રવેશ આપવો નહીં – ભાદરવી પુનમીયા સેવા સંઘ*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. 23 થી 29 સપ્ટેમ્બર-2023 દરમ્યાન યોજાશે. આ મહામેળાને અનુલક્ષી શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનાવાલના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘોના પ્રતિનિધિઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આવનાર ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન સંઘો અને બીજા તમામ શ્રદ્ધાળુઓને દર્શન સહિત અન્ય તમામ સુવિધાઓ કોઈપણ અગવડતા વગર મળી રહે તેની એક બેઠક યોજાઈ હતી, દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા ભાદરવી પૂનમ સેવા સંઘોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવશે આ ઉપરાંત પદયાત્રી સેવા સંઘોની નોંધણી, મંજૂરી અને માર્ગદર્શક સૂચનાઓ પણ ઓનલાઇન આપવામાં આવશે. અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં આવતા પદયાત્રી સંઘો અંબાજી મંદિરની આ વેબસાઇટ પર https://ambajibhadarviregistration.in ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ઘેરબેઠા નોંધણી, મંજૂરી અને પાસ સહિતની સેવાઓનો લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્ર પહેરી ને આવતા યાત્રિકોને અટકાવા જોઈએ તેવો સૂર ભાદરવી પૂનમ મેળા પદયાત્રી સંધ માં ઉઠ્યો અને ભાદરવી પૂનમ મહામેડા દરમિયાન દર્શને આવતા યાત્રિકોને મંદિરના ચાચર ચોક ખાતે મોબાઈલ લઈને પ્રવેશ આપવામાં આવે છે તેવી જ રીતે બારેમાસે યાત્રિકોને મોબાઇલ લઈને મંદિરના ચાચર ચોક માં પ્રવેશ આપવામાં આવે તેવી જ ઈચ્છા ભાદરવી પૂનમયા સેવા સંઘ દ્વાર દેવસ્થાન ટ્રસ્ટ અને કલેક્ટર શ્રી સામે વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી મંદિરના વહીવટદાર સિધ્ધિ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક ડૉ.જીજ્ઞેશ ગામીત, અંબાજી પોલીસ ઇન્સપેક્ટર ધવલ પટેલ સહિત કાયદો અને વ્યવસ્થા સંભાળતા અધિકારીઓ અને શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા


