આજે છોટાઉદેપુર ના પીપલેજ મમ્મા માર્ગરેટ સ્કૂલ ખાતે 13મી સપ્ટેમ્બર ના રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાંજના આગેવાનોની બેઠક યોજાઇ હતી. આ બેઠક માં 13મી સપ્ટેમ્બર રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી ના ભાગરૂપે વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી.જેમાં આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠક માં 13મી સપ્ટેમ્બર ના રોજ થનાર ઉજવણી માં જિલ્લામાં અલગ અલગ તાલુકામાં કાર્યક્રમો થવાના છે અને આમાં કોઈ વિરોધ થવાનો નથી, આ બેઠક માં આદીવાસી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના પ્રોફેસર અર્જુન રાઠવા,આદિવાસી સમાજ આગેવાન નરેન્દ્ર રાઠવા,જામસિંગ રાઠવા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ અંગે જામસિંગ રાઠવાએ જણાવ્યું હતું કે આ ઉજવણીમાં અમે કોઈનો વિરોધ કરવાના નથી અમારા હક્કો માટે આદિવાસી સમાજની લડાઈ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


