International

બીજી ટી૨૦માં ન્યૂઝીલેન્ડ સામે યુએઈનો સાત વિકેટે ઐતિહાસિક વિજય

દુબઈ
યુએઈએ બીજી ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. દુબઈ ઈન્ટરનેસનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શનિવારે રમાયેલી બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં યુએઈએ આઈસીસી રેન્કિંગમાં ત્રીજા ક્રમે રહેલી કિવી ટીમ સામે યાદગાર જીત મેળવી હતી. કિવીઝના ૧૪૩ રનના ટારગેટને યુએઈએ ૧૫.૪ ઓવરમાં ત્રણ વિકેટે પાર પાડ્યો હતો. આ સાથે જ ત્રણ ટી૨૦ મેચની શ્રેણીમાં યુએઈએ ૧-૧ની બરાબરી પણ કરી લીધી હતી. ન્યૂઝીલેન્ડે અગાઉ પ્રથમ ટી૨૦માં ૧૯ રને જીત મેળવી હતી. યુએઈના ઓપનર અને કેપ્ટન મોહમ્મદ વસીમે ૨૯ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૫૫ રન ફટકાર્યા હતા. આ ઉપરાંત આસિફ ખાનની ૪૮ રનની અણનમ ઈનિંગ્સના સહારે યુએઈએ ન્યૂઝીલેન્ડ સામે જીત અપાવી હતી જેને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. કિવી ટીમના ૧૪૩ રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી યુએઈની ટીમે આર્યાંશ શર્માની પ્રથમ વિકેટ શૂન્ય રને ગુમાવી હતી. કેપ્ટન મોહમ્મદ વસીમ અને વૃતિયા અરવિંદે શરૂઆતી આંચકા બાદ બાજી સંભાળી હતી. અરવિંદે ૨૫ રનનું યોગદાન આપ્યું હતું અને બીજી વિકેટ માટે ૪૦ રન જાેડ્યા હતા. ત્યારબાદ આસિફ ખાન (૪૮*) અને વસીમ વચ્ચે ૫૬ રનની પાર્ટનરશિપની મદદથી યુએઈએ ૧૫.૪ ઓવરમાં જ ટારગેટ હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથી, સેંટનર અને જેમિસને એક-એક વિકેટ ઝડપી હતી. અગાઉ ટોસ જીતીને યુએઈએ પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી રહી નહતી અને અડધો અડધ ટીમ ૬૫ રનના સ્કોર પર આઉટ થઈ જતા કિવી પર દબાણ આવ્યું હતું. મધ્યક્રમમાં માર્ક ચેપમેને ૬૩ રન ફટકારતા ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી શક્યો હતો. ચેડ બોવ્સ અને જેમિ નીશામ બંનેએ ૨૧-૨૧ રનનો વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. આ સિવાય કોઈપણ કિવી બેટ્‌સમેન બે આંકડામાં રન નોંધાવી શક્યો નહતો. યુએઈએ અયાન અફઝલ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *