Gujarat

કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને તાત્કાલિક પિયૂષ પટેલને હાલની ફરજમાંથી મુકત કરવા માટે પત્ર લખ્યો

અમદાવાદ
આઈપીએસ પિયુષ પટેલની બીએસએફના આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આ અંગે જાણ કરી છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને તાત્કાલિક પિયૂષ પટેલને હાલની ફરજમાંથી મુકત કરવા માટે પત્ર લખ્યો છે. પિયુષ પટેલ ૧૯૯૮ બેચના ગુજરાત કેડરના આઈપીએસ છે. થોડા સમય પહેલા રાજ્યમાં ૭૦ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં પિયુષ પુરુષોત્તમદાસ પટેલ, ૈંઁજી (ય્ત્નઃ૧૯૯૮), અધિક પોલીસ મહાનિર્દેશક, છડ્ઢય્ઁ, સુરત રેન્જ બદલી કરવામાં આવી હતી. થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારને કોઈપણ સંજાેગોમાં નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડવું હતું અને તેમાં પણ, વરસાદ ઓછો પડ્યો હોવાના કારણે ખેડૂતો કેનાલમાંથી પાણીની ચોરી કરતા હતા તેવું સરકાર માનવું હતું. જેના કારણે પાણી ચોરી અટકાવવા માટે સરકારે તે સમયના એસઆરપીના આઈજી પિયુષ પટેલને તાત્કાલિક અસરથી રાજકોટ મોકલી આપ્યા હતા અને સુપરવિઝનની ખાસ જવાબદારી પણ તેમના માથે મુકી હતી. તે સમયે અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, મોરબીમાંથી પસાર થતી કેનાલમાંથી પાણીની ચોરી થઈ રહી હોવાનો નર્મદા નિગમનો દાવો કર્યો હતો અને પોલીસ પાસે નર્મદાના પાણીની ચોરી અટકાવવા રક્ષણની માગણી કરી હતી. તે સમયે રાજ્ય સરકારે હથિયારી એકમો (એસઆરપી)ના ગાંધીનગરના આઈજી પિયુષ પટેલને તાત્કાલીક અસરથી રાજકોટ મોકલી આપ્યા હતા. સુપરવિઝનની તમામ જવાબદારી તેમના હસ્તક જ આપી હતી.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *