આજ રોજ હડીયાણા સેવા સહકારી મંડળી લી. દ્વારા મંડલી ના સભાસદો ને અકસ્માત તથા અવસાન પામેલા સભાસદો ને તેમના સ્વ.ભડોળ માંથી અકસ્માત સહાય પેટે રૂપીયા એક લાખ તેમજ કુદરતી મૃત્યુ પામેલા ને રૂપિયા પચાશ હજાર ના સહાય ના ચેક તેમના વારસારોને ચૂકવતા કુલ આઠ સભાસદો ને મંડળી ના પ્રમુખ શ્રી મગનલાલ ડી. કાનાણી ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ માં તમામ કારોબારી સમિતી ની હાજરી માં વિતરણ કરવામાં આવેલ છે.અને આ સાથે ઇફ્કો કપની તરફથી હડીયાણા સેવા સહકારી મંડળી લી ને નેનો યુરીયા તથા નૅનો ડીએપી ના તથા પેસ્ટીસાઈડ દવાના સ્પ્રે માટે ટેક્ટરથી ચાલતા સ્પે પંપ આપવામાં આવેલ છે જે દવા છટકાવ મશીનનું વ્યવસ્થિત રીતે ફિટીગ કરવામાં આવ્યું છે. આ સ્પે પંપ મશીન સો પ્રથમ જોડીયા તાલુકાના શ્રી હડીયાણા સેવા સહકારી મંડળી લી. અર્પણ કરવામાં આવ્યું છે. અને આજ રોજ હડીયાણા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રેમજીભાઈ લાલજીભાઈ કાનાણી ની વાડીમાં લાઈવ ડેમો કરીને દવા નો ઊભા મોલમાં છટકાવ કરવામાં આવેલ છે…………………………
રિપોર્ટર :: શરદ એમ. રાવલ.
તા. જોડિયા. જી. જામનગર.
ગામ :: હડીયાણા……….


