Delhi

અમેરિકા કેમ બ્રિક્સથી ડરે છે?… એક જ ઝાટકે ડૉલરની મજબૂતાઈને ખતમ કરી શકે છે બ્રિક્સ

નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ(મ્ઇૈંઝ્રજી જીેંસ્સ્ૈં્‌)માં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચ્યા છે, તેમણે જાેહાનિસબર્ગમાં ૧૫મી મ્ઇૈંઝ્રજી સમિટને સંબોધિત કરી હતી. તે વિશ્વની પાંચ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેનું નામ તમામ સભ્ય દેશો એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નામના પ્રથમ અક્ષર પરથી લેવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાની રાજધાની જાેહાનિસબર્ગમાં ૨૨ થી ૨૪ ઓગસ્ટ દરમિયાન મ્ઇૈંઝ્રજી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક એવું સંગઠન છે જે વિશ્વના જીડીપીના લગભગ ૩૨ ટકા અને વિશ્વની વસ્તીના ૪૨ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ વાત એ છે કે ૨૦૧૯ પછી, બ્રિક્સની આ પ્રથમ સમિટ છે, જેમાં નેતાઓ સામસામે બેસીને વાત કરશે.
મ્ઇૈંઝ્રની સ્થાપના ૨૦૦૧માં થઈ હતી, જે બાદમાં મ્ઇૈંઝ્રજી બની. ભારત, બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રિકાની ગણના વિશ્વની પાંચ સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં થાય છે, જાેકે તેની શરૂઆત ૨૦૦૧માં મ્ઇૈંઝ્ર તરીકે થઈ હતી. તે સમયે દક્ષિણ આફ્રિકા આ ??જૂથનો ભાગ નહોતું. મ્ઇૈંઝ્ર નામ પ્રખ્યાત અર્થશાસ્ત્રી જીમ ઓ’નીલ દ્વારા જૂથને આપવામાં આવ્યું હતું. જાે કે, તેની ઔપચારિક જાહેરાત ૨૦૦૬ માં કરવામાં આવી હતી, જ્યારે મ્ઇૈંઝ્ર નેતાઓ પ્રથમ વખત સેન્ટ પીટર્સબર્ગ, રશિયામાં મળ્યા હતા. જૂથની પ્રથમ ઔપચારિક સમિટ પણ ૨૦૦૯ માં રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી. બીજા વર્ષે જ્યારે બ્રાઝિલમાં મ્ઇૈંઝ્ર સમિટ યોજાઈ ત્યારે દક્ષિણ આફ્રિકાને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું અને મ્ઇૈંઝ્રમાંથી આ જૂથ મ્ઇૈંઝ્રજી બન્યું. મ્ઇૈંઝ્રજી એ વિશ્વની પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે. બ્રિક્સનું નામ, સભ્ય દેશોના બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નામ પરથી પડ્યું છે. આ એક એવું જૂથ છે જેણે વૈશ્વિક જીડીપીના સંદર્ભમાં પશ્ચિમી દેશોના મોટા જૂથ ય્-૭ને પણ પાછળ છોડી દીધું છે. વિશ્વમાં બ્રિક્સના વધતા પ્રભાવથી અમેરિકા સૌથી વધુ ભયભીત છે, અમેરિકાને લાગે છે કે આ જૂથ પશ્ચિમી વર્ચસ્વને પડકારવા માટે બનાવવામાં આવ્યું છે. ક્યાંક આ વાત સાચી પણ છે. તેની અસર પણ દેખાઈ રહી છે, વૈશ્વિક જીડીપીના સંદર્ભમાં બ્રિક્સે પશ્ચિમી દેશોના મોટા સમૂહ જી-૭ને પાછળ છોડી દીધું છે. જૂથના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો છે, સભ્ય દેશો વચ્ચે વેપાર અને સહકાર વધારવો, આર્થિક અને નાણાકીય વિકાસ અને ત્રીજું, સંસ્કૃતિઓનું આદાનપ્રદાન. એવું માનવામાં આવે છે કે ૨૦૫૦ સુધીમાં, બ્રિક્સના સભ્ય દેશો ઉત્પાદન ઉદ્યોગ, કાચો માલ અને સેવાઓના મુખ્ય સપ્લાયર બની જશે. ભારતે ત્રણ વખત બ્રિક્સની અધ્યક્ષતા કરી છે. તેની પ્રથમ ઔપચારિક સમિટ રશિયાના યેકાટેરિનબર્ગમાં યોજાઈ હતી, જેની અધ્યક્ષતા તત્કાલીન પીએમ દિમિત્રીએ કરી હતી. ૨૦૧૦ માં બ્રાઝિલ અને ૨૦૧૧ માં ચીન પછી, ભારતે ૨૦૧૨ માં પ્રથમ વખત તેની યજમાની કરી હતી, જેનું નેતૃત્વ તત્કાલિન પીએમ મનમોહન સિંહે કર્યું હતું. આ પછી તેનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. ૨૦૧૪માં બ્રાઝિલ અને ૨૦૧૫માં રશિયા બાદ ભારતને બીજી વખત ૨૦૧૬માં યજમાની કરવાની તક મળી. જેનું આયોજન પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું હતું. બ્રિક્સની નવમી સમિટ ચીનમાં યોજાઈ હતી. તેનું આયોજન ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકામાં અને ૨૦૧૯માં બ્રાઝિલમાં કરવામાં આવ્યું હતું. ૨૦૨૦ માં, કોરોનાને કારણે મીટિંગ રદ કરવામાં આવી હતી. આ પછી ફરી એકવાર ભારતને ૧૩મી સમિટની યજમાની કરવાની તક મળી. આ કોન્ફરન્સ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી, જેના અધ્યક્ષ ઁસ્ નરેન્દ્ર મોદી હતા. ૨૦૨૨માં ચીનમાં સમિટ બાદ હવે ૧૫મી સમિટ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ રહી છે. દક્ષિણ આફ્રિકામાં આયોજિત ૧૫મી સમિટમાં પીએમ મોદી અને જિનપિંગ આમને-સામને થશે. તેનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે એલએસી પર ચીનની નાપાક ગતિવિધિઓ પછી આ પ્રથમ વખત હશે જ્યારે બંને દેશોના વડા શિખર સંમેલનમાં એકબીજાને મળશે. ગત વર્ષે જી-૨૦ બેઠક દરમિયાન બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો મળ્યા હતા, પરંતુ તે ખૂબ જ ટૂંકી હતી. બ્રિક્સની ૧૫મી સમિટ દરમિયાન બ્રિક્સના નવા ચલણ વિશે પણ વાત કરી શકાય છે, હકીકતમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ જ્યારે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા ત્યારે રશિયાએ ડી-ડોલરાઇઝેશન શરૂ કર્યું અને વિવિધ દેશો સાથે અલગ-અલગ ચલણમાં ટ્રેડિંગ કર્યું. ચીને પણ તકનો લાભ લીધો અને રશિયા સાથે યુઆનમાં વેપાર કર્યો. બીજી તરફ ભારત પણ રૂપિયામાં બિઝનેસ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. જાે કે, એવું માનવામાં આવે છે કે આમાંથી કોઈ પણ ચલણમાં ડોલર સાથે સ્પર્ધા કરવાની તાકાત નથી. આવી સ્થિતિમાં બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરી શકે છે. બ્રિક્સ તરફથી નવું ચલણ લાવવાની ચર્ચાએ રશિયન સંસદના ડેપ્યુટી સ્પીકર એલેક્ઝાન્ડર બાબાકોવના નિવેદન બાદ જાેર પકડ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે બ્રિક્સ પોતાના ચલણ પર વિચાર કરી રહ્યું છે. જાે કે આ માટે તમામ પાંચ સભ્યોની સર્વસંમતિ જરૂરી રહેશે. જાે આમ થશે તો વિશ્વમાં ડૉલરની શક્તિ ખતમ થઈ જશે.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *