આજરોજ અમરેલીના હમવતની અને શિક્ષણવિદ ડો.પ્રતાપભાઈ પંડ્યાની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે એમની સ્મૃતિમાં એમના સુપુત્રી અને એમના પૂ.પપ્પાના સત્કાર્યોને સમાજમાં સતત શરૂ રાખનાર શ્રી મનીષાબેન પંડ્યાએ ડો.પ્રતાપભાઈ પંડ્યા પુસ્તક પરબના માધ્યમથી 5 જેટલા પુસ્તકાલયો શરૂ કર્યા તે પૈકી અત્રેની શાળામાં આવું જ એક શાળા પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું.
સુંદર સજાવટ સાથેના પુસ્તકલયનું પરબના પ્રતિનિધિ અને અ.જી.સા.સ.પરિવારના ટ્રષ્ટિ શ્રી પરેશભાઈ મહેતાના વરદ હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.માં.સરસ્વતીના ચરણોમાં મંગલ દીપ પ્રાગટય સાથે પુસ્તકાલય ખુલ્લું મુકાયું.
સુંદર શ્લોક ગાન સાથે કાર્યક્રમ શરૂ થયો સંસ્થાના આચાર્ય શ્રી વિવેકભાઈ વતી ગઢવી સાહેબે શાબ્દિક સ્વાગત કરી અને શાળા પરિવાર દ્વારા પુષ્પ ગુચ્છથી મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું. ભુવા નિધિ,આગોલા નિયતિ અને યાત્રીએ પુસ્તક પરબ માટે પોતાના કાવ્ય પ્રતિભાવ વ્યક્ત કર્યા.અતિથિ શ્રી પરેશભાઈ મહેતા અને ઉદયભાઈ દેસાઈએ પૂ.પ્રતાપદાદાની દિવ્ય ચેતનાને શ્રદ્ધાંજલિ આપી તેમની પુસ્તક પ્રવૃત્તિ અને કરોડો રૂપિયાના પુસ્તકોની સખાવત કરી સૌને વાંચતા કર્યાની વિગતો અને પુસ્તક પરબની માહિતી સાથે
એમના સેવાકાર્યોની પણ વિગતો પ્રસ્તુત કરી.ઉપાચાર્ય શ્રી ગઢવી સાહેબે આભાર દર્શન ઉપરાંત પુસ્તક સમીક્ષા અને આ પુસ્તકાલય આ સંસ્થા માટે આપવા બદલ પુસ્તક પરબના સૌ પ્રતિનિધિઓ તરફ ઋણસ્વીકાર ભાવે રાજીપો વ્યક્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સરસ સંચાલન ભુવા વંશીલે કર્યું હતું.
અંતભાગે તમામ બાળકોએ પુસ્તકાલયની મુલાકાત લઈ ગમતા 5 પુસ્તકોની પોતાની બુક નોંધ કરી હતી.આ નિમિત્તે મનીષાબેન પંડ્યા તરફથી સરસ ફરાળી નાસ્તાની બાળકોએ મોજ માણી હતી.કાર્યક્રમ સફળ બનાવવા કેતનભાઈ આસોદરિયા શાળા સ્ટાફ અને બાળકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ રસિક વેગડા

