Gujarat

માળીયાહાટીનાના જાનુડા ગામના ખેડૂત શ્રી ભરતભાઈ સોલંકીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમના અનુભવને સુ:ખદ ગણાવ્યો  

માળીયાહાટીના તાલુકાના જાનુડા ગામના ખેડૂત શ્રી ભરતભાઈ સોલંકીની જમીનનું વરસાદી પૂરના કારણે છેલ્લા પાંચેક વર્ષથી ધોવાણ થતું હતું તેમના આ પ્રશ્નનું નિરાકરણ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મળ્યું છે.

      પૂરના કારણે અરજદારના પાકને પણ નુકસાન થતું હતું. જેથી જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીને પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટેની જોગવાઈઓને આધીન જરૂરી સહાય કરવા માટે સૂચના આપી હતી. ઉપરાંત અરજદારને પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટે યોજનાનો લાભ મળે તે માટે વિગતવાર માર્ગદર્શન આપવા પણ જણાવ્યું હતું. આ યોજના હેઠળ પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી ૭૦ ટકા જેટલી સહાય આપવામાં આવે છે. જેનો અરજદારને લાભ મળશે

     અરજદાર શ્રી ભરતભાઈ સોલંકીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોતાના અનુભવને સુ:ખદ ગણાવ્યો હતો. આ સાથે તેમણે જિલ્લા વહીવટી તંત્રનો આભાર પ્રગટ સ્વાગત કાર્યક્રમના માધ્યમથી સરકારી પ્રક્રિયા વિશે નવું જાણવા અને શીખવા મળ્યું હોવાનું પણ ઉમેર્યું હતું.

bharatbhai-januda-khedut.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *