Gujarat

મંત્રીશ્રી લોકસંપર્ક કાર્યક્રમ અને વિવિધ વિભાગોની સમીક્ષા બેઠકોમાં હાજરી આપશે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આગામી તા.26 ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી તા.26 ઓગસ્ટના રોજ
સવારે 11:15 કલાકે સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારબાદ, બપોરે 03:00 કલાકથી મંત્રીશ્રી જામનગર કલેકટરશ્રીની કચેરી કોન્ફરન્સ રૂમ ખાતે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
અને જામનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળના પ્રશ્નો સંદર્ભે બેઠકમાં હાજરી આપશે. સાંજે 04:30 કલાકથી પશ્ચિમ
ગુજરાત વીજ કંપની લિમિટેડના જિલ્લાના પ્રશ્નો સંદર્ભે બેઠક, ડીઆઈએલઆરશ્રી સાથે જિલ્લાના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક
અને ત્યારબાદ મંત્રીશ્રી મહેસુલ વિભાગના જિલ્લાના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *