Gujarat

રૂડસેટ સંસ્થા પીપલગ ખાતે ભાઈઓ માટે નિશુલ્ક દરજીકામની તાલીમ યોજાઈ

બેરોજગાર યુવાન-યુવતીઓને નિઃશુલ્ક તાલીમ આપતી રૂડસેટ સંસ્થા દ્વારા 30 દિવસની ટેલર તાલીમ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખેડા જિલ્લાના ૨૪ જેટલા ગ્રામ્ય વિસ્તારના બી.પી.એલ પરિવારના બેરોજગાર યુવકોએ સફળતા પૂર્વક તાલીમ માં ભાગ લીધો હતો.
આ તાલીમના પૂર્ણાહુતિ પ્રસંગે નાબાર્ડ ના ડી.ડી.એમ શ્રી.રાહુલ જેલુગાડેકર તથા શ્રી.એલ.આર. ભરલા, નિયામકશ્રી, રૂડસેટ સંસ્થા ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ તાલીમાર્થીઓને જણાવ્યુ હતું કે સંસ્થા દ્વારા રહેવા તથા જમવાની સુવિધા સાથે અપાતી આ તાલીમ અમુલ્ય છે તેમજ સમય સાથે બદલાવવું તે પણ તમારા માટે જરૂરી છે અને જણાવ્યુ હતું કે સમયનો સદઉપયોગ કરી પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા જણાવવામાં આવ્યું હતું અને તાલીમાર્થીઓને મુખ્ય મહેમાનના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી એલ.આર. ભરલાએ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તાલીમાર્થીઓને ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરવામાં અન્ય મદદ જેવી કે બેંક ધિરાણ, સરકારશ્રી દ્વારા આપવામાં આવતી અન્ય સહાય સાથે જોડવા રૂડસેટ સંસ્થા પ્રતિબદ્ધ રહેશે.

IMG-20230824-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *