મુંબઈ
ઇમરાન હાશ્મી તાજેતરમાં ફિલ્મ ચહેરેમાં દેખાયો હતો. તે ફરી એક વખત હોરર ફિલ્મમાં જાેવા મળ્યો છે. ડીબૂક-ધ કર્સ ઇઝ રિયલ નામની તેની ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઇ ચુકી છે. તેની સાથે આ ફિલ્મમાં નિકીતા દત્તા અને માનવ કોૈલ મુખ્ય ભુમિકામાં છે. ઇમરાને કહ્યું હતું કે અન્ય ફિલ્મોની જેમ હોરર ફિલ્મો વધુ લોકપ્રિય હોતી નથી. કારણ કે આવા પ્રકારની ફિલ્મોમાં વધુ લોકો કામ કરતાં નથી. એવા કેટલાય ફિલ્મ નિર્માતા છે જે કંઈક નવું અને અનોખું બનાવવાની હિંમત નથી કરતા. સાથે જ કેટલાક લોકો એને એટલી સારી રીતે બનાવવાની કળા ધરાવતાં હોતાં નથી. સારી ફિલ્મને દર્શકો બેસીને ચોક્કસપણે જાેવે છે અને નોંધ પણ લેતા હોય છે. ફિલ્મ ‘રાઝ ૩’ કર્યા બાદ હું પોતે આવી ફિલ્મો કરવાથી દૂર થઇ ગયો હતો. પરંતુ ડીબૂકની સ્ટોરી નિર્દેશક જય જે રીતે બતાવવા માંગતા હતાં તે જાણીને હું ફરી હોરર કરવા તૈયાર થયો હતો. આ ફિલ્મ હોરર, ડરામણી અને અણધારી છે.મને લાગે છે કે અન્ય ફિલ્મો કરતાં આ અલગ બની છ


