મુંબઈ
અભિનેત્રી ઝરીન ખાન લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર છે. બોલીવૂડમાં તેને ખાસ કામ ન મળતાં તે પંજાબી ફિલ્મો તરફ વળી ગઇ હતી. સલમાનના કારણે બોલીવુડમાં કામ કરવાની ઝરીનને તક મળી. પરંતુ તે આ તકનો ભરપુર લાભ લઇ શકી નથી. ઝરીન ખાને તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ફિલ્મ વીરથી કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન તેની સાથે હીરો તરીકે હતો. ઝરીને રાજકુમારીનો દમદાર રોલ રોલ કર્યો હતો. ફિલ્મ ચાલી નહોતી છતાં લોકોએ ઝરીનને પસંદ કરી હતી. પણ આગળ સફળતા ન મળતાં ઝરીને હોટ ફિલ્મો તરફ પ્રયાણ કર્યુ હતું. એ પછી હાઉસફુલ-૨, હેટસ્ટોરી-૩ જેવી ફિલ્મો કરી હતી. હાલમાં કામ ન હોવાથી તે નિરાશાનો સામનો કરી રહી છે. ઝરીન ખાને કહ્યું હતું કે લોકો મોટા બેનરો કે મોટા ચહેરાઓ બીજા કોઈ પર જાેવા માંગે છે. મને જે પણ પ્રોજેકટ મળે તેના માટે હોટ ફોટા બતાવવાનું કહેવામાં આવે છે! હવે મને પસંદગીની ફિલ્મ નહિ મળે ત્યાં સુધી હું અભિનયમાં પાછી નહીં આવું. તે સલમાન ખાન પાસેથી મદદ લેવા પણ તૈયાર નથી.


