Gujarat

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે દિવાળી પર્વ નડાબેટ બોર્ડર પર BSF ના જવાનો સાથે મનાવી દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી

 બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે દિવાળી પર્વ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ નજીક આવેલ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રી ય બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો સાથે મનાવી જવાનોને દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી. કલેકટરશ્રીએ દિવાળીના પહેલાં દિવસે એડવાન્સમાં નડાબેટ સરહદ પર જઇ બી.એસ.એફ.ના જવાનોનું મોં મીઠું કરાવી દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. દિવાળી જેવા પર્વે પણ બી.એસ.એફ.ના જવાનો મા ભોમની રક્ષા કાજે તેમના પરિવારથી દૂર ફરજ પર હોય છે ત્યારે તેમને મળીને કલેકટરશ્રીએ પારિવારિક માહોલ ઉભો થાય તથા જવાનો પણ આનંદથી તહેવાર મનાવી શકે તે માટે શુભેચ્છાની આપ-લે કરી હતી.          કલેકટરશ્રીએ બી.એસ.એફ. જવાનો અને તેમના પરિવારજનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, સૌને સુખ, સમૃદ્ધિ અને સુખમય જીવન અને સફળતા મળે તથા ઉત્તરોત્તર સિદ્ધિઓના શિખરો સર કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG-20211103-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *