જુનાગઢ જુનાગઢ જિલ્લાના કેશોદ ગામેથી ત્રણ મુસ્લિમ શખ્સો અજીત બાપુ સર્વદી,
અલ્તાફ બાપુ બાનવા,
મુસ્તાક બાપુ બાનવા પદયાત્રા કરી અંદાજિત એકાદ હજાર કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરવાના ધ્યેય સાથે કેશોદ થી રવાના થઈ અજમેર શરીફ જવા નીકળેલા પદયાત્રીકો વંથલી આવી પહોંચતા વંથલી મુસ્લિમ સમાજના અગ્રણી ઇરફાન શાહે આ પદયાત્રીકોનું ઉષ્માભેર સ્વાગત કરી ફૂલહાર દ્વારા સન્માન કર્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદના આ મુસ્લિમ શખશો વિશ્વવિખ્યાત હિન્દુ મુસ્લિમ આસ્થાનું પ્રતીક કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ રોજબરોજ ઉમટી પડે છે એવા રાજસ્થાન રાજ્ય માં આવેલ અજમેર શરીફ ખાતે ખ્વાજા ગરીબ નવાજ ના આસ્થાના ઉપર પહોંચી આસ્થાભેર માથું ટેકવશે ત્યારે આ યાત્રિકો કેશોદ થી રવાના થઈ વંથલી આવી પહોંચતા વંથલીના મુસ્લિમ અગ્રણી ઇરફાન શાહ દ્વારા સ્વાગત કરી આ પદ યાત્રીકોને સન્માન કરવામાં આવેલ હતું અને તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી
રમેશ સિંગલ વંથલી

