Gujarat

ઢોંગી જ્યોતિષે પારડી વિસ્તારના એક પરિવારને પોતાની વાતોની જાળમાં ફસાવી લીધુ

વલસાડ
વલસાડના પારડીમાં એક નકલી જ્યોતિષે પરિવારને પોતાની જાળમાં ફસાવીને ચિટીંગ કર્યાનુ સામે આવ્યુ છે. ઢોંગી જ્યોતિષે પારડી વિસ્તારના એક પરિવારને પોતાની વાતોની જાળમાં ફસાવી લીધુ હતુ. નકલી જ્યોતિષે પરિવારને તમારા ઘરમાં ગુપ્ત ધન દટાયેલુ હોવાનુ જણાવ્યુ હતુ. જ્યોતિષ મહેન્દ્ર જાેષી પરિવારના ઘરે આવ્યો હતો. આ સમયે ઘરના મોભી ઘરે હાજર નહોતા અને પરિવારના અન્ય સભ્યોને ઘરમાં ગુપ્ત ધન હોવાની વાત કરી હતી. જાે ૧૦૫ દિવસમાં તે નહીં નિકાળો તો મોટુ નુક્શાન થવાનો ભય બતાવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં સૌ પ્રથમવાર આ જ્યોતિષ આવ્યો હતો અને તેણે આ જાળ બિછાવી હતી. ઘરની પાછળથી તાંબાના લોટા નિકાળ્યા હતા અને આ રીતે જાળમાં ફસાવ્યા હતા. ઘરમાં રહેલ ગુપ્ત સોના-ચાંદીના ધનને નહિં નિકાળવાથી નુક્શાન થવાની વાત કરી હતી. આ માટે મહેન્દ્ર જાેષીએ અમદાવાદના સાગર જાેષીને મળવાનુ કહ્યુ હતુ. આ માટે તાંત્રીક વિધી કરવાનો ઉપાય બતાવ્યો હતો અને વિધી માટે થઈને ટુકડે ટુકડે ૯૧ લાખ કરતા વધારે રકમ પડાવી લીધી હતી. બાદમાં આરોપીએ જ્યોતિષે ૬ લાખ રુપિયા પરત કર્યા હતા. પારડી પોલીસે બે જ્યોતિષ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. જેમાંથી એક જ્યોતિષ સાગર જાેષીની ધરપકડ કરવામાં આવી છે.

Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *