બોડેલી વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી વરસાદે હાથ તાળી આપી છે અને ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો વધવા લાગ્યો છે. જેમાં બપોરના તડકો પડે છે અને ગરમીનો પારો 33 ડિગ્રી સુધી પહોંચી જતા લોકોને ઉનાળાનો અહેસાસ થતા ત્રાહીમામ પોકારી ગયા છે. શ્રાવણ મા તડકો પડતાં ચોમાસામા ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે. અને બપોરના સમયે ભારે તડકો પડતા ગરમીનો પારો 33 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આમ બે ઋતુને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. ગરમી અને ઠંડી સવારે ઠંડી નો અહેસાસ થાય છે અને બપોરે ગરમી પડી રહી છે ત્યારે ડબલ ઋતુ થતા ત્યારે હોસ્પિટલમાં પણ છેલ્લા અઠવાડીયાથી દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

