Gujarat

રાણપુર પોલીસ સ્ટેશનની સી.ટીમે સિનિયર સિટીઝન દાદા-દાદીનું પુન મિલન કરાવ્યુ..

ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમારની સુચના મુજબ સીનિયર સીટીઝન દાદા – દાદી મદદ રૂપ થવા અભિયાન શરૂ હોય જેના ભાગરૂપે બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા તથા વિભાગીય અધિકારી એમ.એન.રાવલના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામા સીનીયર સીટીઝનો દાદા – દાદીને મદદ રૂપ થવા સુચના આપેલ હોય તે બાબતે રાણપુર સ્ટેશનના પોલીસ સબ.ઇન્સ્પેક્ટર એસ.જી. સરવૈયા દ્રારા રાણપુરના સીનીયર – સીટીજન દાદા – દાદીને હેરાન – પરેશાન ન કરે તે માટે સી ટીમ ઇન્ચાર્જ UASI આર.પી.હાંડા અને તેમની ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન એસ.જી.સરવૈયા એ સુચના આપેલ કે અરજદાર વયો – વૃધ્ધ હોય અને દાદીમાંને તેના પતિ હેરાન – પરેશાન કરે છે જેથી તપાસ કરવા જણાવતા સી – ટીમ ઇન્ચાર્જ UASI આર.પી.હાંડા,વિજયભાઈ રોજીયા,અશોકભાઈ ઝાપડીયા,અનીષાબેન શેખ,રંજનબેન ભુદરભાઈ સહીત ટીમ દ્વારા અરજદારના પતિને પો.સ્ટે.બોલાવી એક બીજાને સમજાવતા બન્ને રાજીખુશથી સમજી ગયેલ હોય અને સુખદ સમાધાન થઇ જતા એકબીજાને પુન મીલન કરાવી રાણપુર પો.સ્ટેશન સી – ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરી હતી..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

Picsart_23-08-28_17-13-20-791.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *