માંગરોળ નાગદા વિસ્તારના ભમરીયા કુવા પાસેથી કતલ કરેલ ગૌમાંસ ઝડપાયું જેમાં બે આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા 1.ઇબ્રાહિમ નગરી 2.હારૂન કલાવાત ને પોલીસે ઝડપી પાડ્યા હતા તેમની ઉપર કાયદેસર ગુન્હો નોંધી અને બીજા આરોપીઓ કોણ કોણ હતા તેની આગળની તપાસ પી.એસ.આઇ સોલંકી મેડમ ચલાવી રહ્યા છે,
માંગરોળ પોલીસ દ્વારા માસનો જથ્થો પકડાતા એફએસએલ ટીમ બોલાવી
માંસનો મોટો જથ્થો પરીક્ષણ કરવામા આવતા ગૌ માસ હોવાનું સામે આવતા આરોપીઓ સામે પશુ ઘાતકી પણાનો ગુન્હો દાખલ કરવામા આવેલ છે
માંગરોળ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એસ.એ.સોલંકી મેડમ સહિત ટીમ દ્વારા એક બોલેરો વાન પકડી તપાસ કરતા ગૌમાંસ નો જથ્થો પકડવામાં સફળ રહી હતી
આ ગૌ માસનો જથ્થો માંગરોળ ના શેપા ગામેથી કતલ કરી માંગરોળ લઈ આવવામાં આવેલ જે ઇબ્રાહિમ નગરીના રહેણાક મકાન માંથી મળી આવેલ
શ્રાવણ માસમા ગૌમાંસનો જથ્થો ઝડપાતા જીવદયા પ્રેમીઓમા ભારે રોષ ફેલાયો છે પોલીસ દ્વારા લાંબા સમય બાદ ગૌમાંસ નો જથ્થો ઝડપાતા જીવદયા પ્રેમીઓ માંગરોલ પોલીસને અભિનંદન પાઠવી રહ્યા છે
હાલતો પોલીસ દ્વારા તપાસનો દૌર ચાલુ છે અંદાજીત 300 થી વધારે કિલો માંસનો જથ્થો સહીત મુદ્દામાલ ઝડપવામા પીએસઆઇ એસ.એ.સોલંકી મેડમ સહીત સ્ટાફ ના જ્યોતિબા ચુડાસમા, મહિપાલસિંહ કાગડા, કિશોર ગરચર, જીગ્નેશ ચાવડા, દિવ્યરાજ રાયજાદા, મેરામણ વાળા, સુરેશ દાફડા, રવિ પરમાર વિગેરે દ્વારા માસનો જથ્થો પકડી પાડવામાં સફળતા મેળવી હતી,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ,

