જામનગર મદદનીશ નિયામક રોજગારની કચેરી, સરકારી પોલિટેકનિક અને સરકારી કોમર્સ કોલેજ
દ્વારા આગામી તા.04 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 કલાકે ન્યુ બિલ્ડીંગ, સરકારી પોલિટેકનિક, વાલસુરા રોડ, જામનગર
ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ
ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો- ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક
લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર હાજર થવાનું રહેશે. આ અંગે, વધુ
માહિતી અત્રેની કચેરીના સંપર્ક નંં. 0288-2564654 પરથી મેળવી શકાશે. તેમ, મદદનીશ નિયામક રોજગાર સરોજ બી.
સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
