National

પાકિસ્તાન સામેના મુકાબલા પૂર્વે રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચેતવણી આપી

ચેન્નાઈ
ભારતના ટોચના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના મતે એશિયા કપમાં પાકિસ્તાનને હરાવવું પડકારરૂપ બની રહેશે. કારણ કે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા ખેલાડીઓ ટીમમાં હોવાથી ટીમ વધુ ઘાતક બને છે. અશ્વિને એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન સામેની મહામુકાબલા પૂર્વે ટીમ ઈન્ડિયાને આ બાબતે ચેતવણી આપી હતી. બાબર અને રિઝવાને જે ગતિથી રન ફટકારે છે જાે તે આ ટુર્નામેન્ટમાં પણ તેમ કરશે તો એશિયા કપમાં અને વર્લ્ડ કપમાં પાક. ટીમને હરાવવાનો પડકાર ઉભો થઈ શકે છે. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન બંને એશિયા કપ જીતવા પ્રબળ દાવેદાર છે. એશિયા કપમાં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે પ્રારંભિક મુકાબલો રમાયો હતો જેમાં પાક.નો ૩૨૮ રનની વિજય થયો હતો. અશ્વિનના મતે પાકિસ્તાનની ટીમ પાસે રહેલી ડેપ્થને લીધે તે એશિયા કપ અને વર્લ્ડ કપ માટે વધુ ખતરનાક ટીમ જણાય છે.

File-01-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *