Gujarat

સ્વયંસેવક દળ નામના દલિત સંગઠનો દ્વારા ભાનુબહેન બાબરિયા હાય હાયના નારા લગાવીને જય ભીમ લખેલા ઝંડા ફરકાવવામાં આવ્યા

રાજકોટ
કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરિયા સામે તેમના જ સમાજમાંથી આક્રોશ ફાટ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાનુબહેન બાબરિયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને સમાજ કલ્યાણ કેબિનેટ મંત્રી છે. મળતી માહિતી મુજબ દલિત સમાજના નામે તેઓ ચૂંટાયા બાદ સમાજના કોઈ કામ કરતા ન હોવા મુદ્દો ધરી સ્વયંસેવક દળ નામના દલિત સંગઠનો દ્વારા ભાનુબહેન બાબરિયા હાય હાયના નારા લગાવીને જય ભીમ લખેલા ઝંડા ફરકાવવામાં આવ્યા. જાે આ મામલે તેમના ઘરે હાજર લોકોમાંથી એવો જવાબ આપતા કે તમારા મતથી ભાનુબહેન નથી ચૂંટાયા ત્યારબાદ મામલાએ વધુ તૂલ પકડ્યું હતું. એક આગેવાને એવું પણ કહી દીધુ કે તમે દલિત સમાજના આગેવાન છો અને તેમના નામે જ ચૂંટાયા છો. જાે કામ નહીં કરો તો ફેંકાઈ જશો. તેમણે કહ્યું કે અમારા માટે કોઈ પક્ષ મહત્વનો નથી. દલિત સમાજના આગેવાન તરીકે તમે તેમના પ્રશ્નો ઉકેલો એ જરૂરી છે. અત્રે જણાવવાનું કે આ પહેલીવાર નથી અગાઉ પણ ભાનુબહેન બાબરિયા સામે વિરોધનો વંટોળ ઉઠ્‌યો હતો. નવાઈની વાત એ હતી કે ભાજપના જ એક કાર્યકરે વિરોધ વ્યક્ત કરીને પત્ર પણ લખ્યો હતો.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *