Gujarat

મહુધાની શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ સ્થાપના દિન નિમિત્તે વિનામૂલ્યે બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો

તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા

મહુધાની શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ સ્થાપના દિન નિમિત્તે વિનામૂલ્યે બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો

મીરાં પેથોલોજી લેબોરેટરી અને શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ નાં સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો

મહુધા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઈસ્કૂલ નાં સ્થાપના દિન નિમિત્તે ધોરણ 9 થી 12 નાં તમામ વિદ્યાર્થીઓ માટે મીરાં પેથોલોજી લેબોરેટરી દ્વારા સ્કાઉટ એનસીસી નાં સૌજન્યથી વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં અભ્યાસ કરતા મહુધા અને મહુધા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે કોનો કયા ગ્રુપ નું છે તે પણ વિનામૂલ્યે બ્લડ ગ્રુપ ચેકઅપ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને ઉમેશભાઈ પટેલ દ્વારા બ્લડ ગ્રુપ કેવી રીતે ચેકઅપ કરાય તેની પણ માહિતી આપી હતી.

આ પ્રસંગે શાળાના આચાર્ય સંજયભાઈ પંચાલ, સુપરવાઈઝર કાંતિભાઈ રાઠોડ, દિનેશભાઈ ત્રિવેદી, ડી.સી.સોલંકીએ મીરાં પેથોલોજી લેબોરેટરીના મનીષભાઈ તથા તોષિફભાઈ નું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ કેમ્પસ ડાયરેકટર ડો.મહેશભાઈ.જી.પટેલ, સહમંત્રી ભીખાભાઈ.જી.પટેલ, સારંગભાઈ સહિત અન્ય હોદ્દેદારો એ મીરાં પેથોલોજી લેબોરેટરી કઠલાલ નો આભાર વ્યક્ત કર્યો હતો.

IMG-20230902-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *