Gujarat

બોડેલી ના ઢોકલીયા ના પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવા આવતા લોકો ને સાદું પેટ્રોલ ને બદલે 103.32 રૂપિયા પ્રતિ લીટર વાળુ એક્સ્ટ્રા પાવર પેટ્રોલ નાખતા હોય લોકોએ ત્યાં હોબાળો મચાવ્યો હતો.     

પેટ્રોલ પંપ પર એક તરફ પૂઠા નુ નાનું બોર્ડ માર્યું હતું અને તેમાં એક્સ્ટ્રા પાવર વાળુ પેટ્રોલ નો ભાવ 103.32 લખ્યા હતા. સાદું પેટ્રોલ ખલાસ થયું હોવાનું જણાવી બધા ને એક્સ્ટ્રા પાવર નુ પેટ્રોલ નાખતા હોય લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
    પેટ્રોલ પંપ માં ખરેખર સાદું પેટ્રોલ પણ હતું તો કોઈને જબરદસ્તી અન્ય પેટ્રોલ માટે ફરજ ના પાડી શકાય. છતાં ત્યાં વાહન ચાલકો સાથે ગમે તેવું વર્તન થતું હતું. પુરાવવું હોય તો પુરાવો તેવો જવાબ મળતો હતો. જેથી જાગૃત ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હોય તેવો વિડિયો વાઇરલ થયો હતો. પુરવઠા તંત્ર અને જિલ્લા કલેકટર આવા પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરી પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
 ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230902-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *