Gujarat

જામનગરના શહેરીજનોની સુવિધા વધારવા માટે નવો સીટી બસ રૂટ ખુબ લાભકારક સાબિત થશે. : કૃષિમંત્રીશ્રી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલના હસ્તે વોર્ડ નં.6 માં જામનગર મહાનગર પાલિકા સંચાલિત સીટી બસ સેવાના નવા રૂટનો લીલી ઝંડી
દર્શાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સીટી બસ સેવા શહેરમાં છેલ્લા ઘણા
વર્ષોથી નગરજનોની સુવિધા માટે કાર્યરત છે. કેબિનેટ મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે શુભારંભ કરાયેલી આ નવી
સીટી બસ સર્વિસમાં એરફોર્સ ગેટથી ટાઉનહોલ સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે.
આ પ્રસંગે ક્રૃષિમંત્રીશ્રીએ જણાવ્યુંં હતુંં કે, ''આ વિસ્તાર દુર હોવાથી સીટી બસનો નવો રૂટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી
રહેવાસીઓને અવર-જવર માટે ખુબ સારી સુવિધાઓ મળી રહેશે. તેમજ, આ સીટી બસના રૂટમાં મહાકાળી સર્કલ, દિગજામ
સર્કલ, ખોડીયાર કોલોની, સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સેવા માટે ન્યુનતમ શુલ્ક હોવાથી
દરેક નાગરિકને પરવડે તેવો મહાનગર પાલિકા તંત્ર દ્વારા પ્રયત્ન કરાયો છે.''
ઉક્ત કાર્યક્રમમાં, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા,
વોર્ડ નં.6 ના કોર્પોરેટર શ્રી જશુબા ઝાલા, અગ્રણીશ્રીઓ ડો. વિમલભાઈ કગથરા, વિજયસિંહ જેઠવા, અન્ય કર્મચારીગણ તેમજ
બહોળી સંખ્યામાં સ્થાનિક વિસ્તારના નાગરિકો હાજર રહયા હતા.

-શુભારંભ-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *