ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હેઠળ સ્પોર્ટસ
ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત
રમતવીરો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં ગુજરાતના વતની હોય અને ૫૦ વર્ષથી વધુ ઉંમર
ધરાવતા નિવૃત રમતવીરોને પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે.
રમતવીર પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ અને આંતર રાષ્ટ્રીયકક્ષાએ વ્યકતિગત કે સાંધીક રમતમાં ગોલ્ડ,
સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય અથવા રાજય કે રાષ્ટ્રની ટીમના સભ્ય હોય તેવા રમતવીરોને પેન્શન મેળવવાને પાત્ર
ગણવામાં આવશે. સરકારમાં ફરજ બજાવી નિવૃત થયેલ હોય તથા અન્ય જગ્યાએથી જો નાણાકીય લાભ મેળવતા હોય તો તેઓ
આ યોજનાનો લાભ લઇ શકેશે નહીં. દિવ્યાંગ ખેલાડીઓ પણ આ યોજનાને પાત્રતા છે.
પાત્રતા ધરાવતા રમતવીરની આવકની કોઇ મર્યાદા વગર માસિક રૂ. ૩૦૦૦ની રકમ ચુકવવામાં આવશે. આ યોજના હેઠળ
પેન્શન મેળવવા ઇચ્છતા જામનગર જિલ્લામાં રહેતા નિવૃત્ત રમતવીરોએ નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા રમતગમત
અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જામનગર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગર
ખાતેથી મેળવી સંપુર્ણ વિગત સાથે ચાર નકલમાં તા. ૧૫/૦૯/૨૦૨૩ સુધી મોકલી આપવાનું રહેશે. ત્યારબાદ આવેલ
અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ યોજનાની વધુ માહીતી માટે ભાવેશ રાવલીયા, જિલ્લા રમતગમત અધિકારી
જામનગર મો.નં. ૯૪૨૬૦૪૭૩૫૪ નો સંપર્ક કરી શકાશે.
