રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને જામનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે
જામનગર જિલ્લા/તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ આગામી તા.05 સપ્ટેમ્બરના રોજ યોજાશે.
એસ.વી.એમ. સ્કૂલ, લીમડા લાઈન ખાતે સવારે 09:30 કલાકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, મેયર શ્રીમતી
બીનાબેન કોઠારી, સાંસદ શ્રી પૂનમબેન માડમ તેમજ અન્ય અગ્રણીશ્રીઓ અને અધિકારીગણની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક
સન્માન સમારોહ વર્ષ 2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
